January 5, 2026
ફોટો નિબંધ: ઉત્તર ત્રિપુરામાં ગૌર સમુદાયના અનેક સ્થળાંતર
વર્ષોથી ચાલી રહેલા રબરના વાવેતરને કારણે જમીનની ગુણવત્તા બગડી છે અને હાલના બાંગ્લાદેશથી એક સમયે ત્રિપુરા સ્થળાંતરિત થયેલ ગૌર સમુદાય માટે પાણીની અછત સર્જાઈ છે.
અનુપમ શર્મા 2024-25 ના આઈડીઆર નોર્થઈસ્ટ મીડિયા ફેલો છે. તેઓ ત્રિપુરાના અગરતલાથી પ્રકાશિત થતા અખબાર નોર્થ ઈસ્ટ કલર્સમાં લેખક અને કોપી એડિટર તરીકે કામ કરે છે. તેઓ પત્રકારત્વનો ઉપયોગ ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા, દબાયેલા અવાજોને ઉજાગર કરવા અને સકારાત્મક પરિવર્તન લાવવા માટેના એક સાધન તરીકે કરવા માટે ઉત્સાહી છે. અનુપમ અગાઉ ત્રિપુરા પર આધારિત દસ્તાવેજી અને ફીચર ફિલ્મો પર સંશોધક તરીકે કામ કરી ચૂક્યા છે.