દીપા પવાર એનટી-ડીએનટી એક્ટિવિસ્ટ, સંશોધક, લેખક, પ્રશિક્ષક અને સલાહકાર છે. તેઓ ઘીસાડી વિચરતી જનજાતિના છે, અને સ્થળાંતર, અપરાધીકરણ અને સામાજિક અસુરક્ષા જેવા અનુભવો તેમના જીવનનો એક ભાગ રહ્યા છે. તેઓ અનુભૂતિના સ્થાપક છે, અનુભૂતિ એક જાતિવાદવિરોધી અને નારીવાદી સંગઠન છે. પોતાની લાંબી કારકિર્દી દરમિયાન દીપાએ એનટી-ડીએનટી, આદિવાસી, ગ્રામીણ અને બહુજન સમુદાયોના લોકો સાથે કામ કર્યું છે. તેમનું કામ મુખ્યત્વે લૈંગિક, માનસિક અને જાતીય સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને બંધારણીય સાક્ષરતા પર કેન્દ્રિત છે. તેઓ ઝુંબેશ ચલાવવા માટે છેવાડાના સમુદાયો સાથે પણ કામ કરે છે અને તેમને તેમના ઈતિહાસ અને વારસા પર ફરીથી દાવો કરવામાં મદદ કરે છે.