પત્રકાર સેજલ રાઠવા ગુજરાતના રાઠવા સમુદાયના છે. તેઓ આદિમ સંવાદ નામની એક યુટ્યૂબ ચેનલ ચલાવે છે, જે આદિવાસી સંસ્કૃતિ અને દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે. તેઓ ભાષા રિસર્ચ એન્ડ પબ્લિકેશન સેન્ટર ખાતે જિલ્લા સંયોજક તરીકે પણ કામ કરે છે, જ્યાં તેમનું કામ બિન-સૂચિત આદિજાતિની સંસ્કૃતિનું દસ્તાવેજીકરણ કરવાનું છે. સેજલ દિસોમના પ્રથમ સમૂહના સભ્ય હતા, જે વંચિત સમુદાયોમાંથી ગ્રામ્ય વિસ્તારના નેતાઓ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી એક નેતૃત્વ શાળા છે. તેમનું ધ્યેય જેમની વાત ક્યારેય ધ્યાન પર લેવામાં આવી નથી અને સતત અવગણવામાં આવી છે એવા લોકોના અવાજોને વધુ શક્તિશાળી બનાવવાનું છે.
Journalism and communication