નચિકેત મોરને અર્થશાસ્ત્રી તરીકે તાલીમ આપવામાં આવી છે. તેમનું વર્તમાન કાર્ય મુખ્યત્વે રાષ્ટ્રીય અને પ્રાદેશિક આરોગ્ય પ્રણાલીઓની રચના પર કેન્દ્રિત છે. તેઓ બનિયાન એકેડમી ઑફ લીડરશિપ ઇન મેન્ટલ હેલ્થના વિઝિટિંગ સાયન્ટિસ્ટ છે અને IIIT બેંગ્લોરમાં સેન્ટર ફોર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એન્ડ પબ્લિક પોલિસીમાં વરિષ્ઠ રિસર્ચ ફેલો છે. નચિકેત લેન્સેટ સિટીઝન્સ કમિશન ઓન રિઇમેજિંગ ઇન્ડિયાઝ હેલ્થ સિસ્ટમના કમિશનર પણ છે.