ઈશ્વર સિંહ રાજસ્થાનના એક નાના ગામના છે. તેમને બાળપણથી જ સંગીતમાં રસ હતો અને તેઓ ગામના સ્થાનિક ભજન મેળાવડામાં કબીર અને બીજા સંતોના ભજનો ગાવાનું શીખ્યા હતા. પછીથી તેઓ મઝદૂર કિસાન શક્તિ સંગઠનમાં જોડાયા હતા અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કામ કર્યું હતું. સમાજના વંચિત વર્ગો અને યુવાનોને બંધારણીય અધિકારો અને મૂલ્યોની સમજથી કેવી રીતે લાભ થઈ શકે છે તે સમજાવવા માટે વાર્તાઓ, નાટક અને ગીતોનો ઉપયોગ કર્યો હતો. ઈશ્વરે અધિકારો અને કાયદાઓની માંગણી માટેના વિરોધ પ્રદર્શનોમાં લોકગીતોના શબ્દો અપનાવ્યા છે. તેઓ હવે મક્સદ નામના લોક બેન્ડનો ભાગ છે.