રાજેશ કુમાર ત્રિપાઠી જન ચેતના રાયગઢ, છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં કામ કરતું એક સંગઠન (લોકોનું સંગઠન) ચલાવે છે. આ સંગઠન પર્યાવરણીય સંરક્ષણ, વિસ્થાપન અને પુનર્વસન, ખાદ્ય સુરક્ષા, પેસા (પીઈએસએ) કાયદો, વન અધિકાર કાયદો અને ખાણકામ અને ઉદ્યોગ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.