વિક્રમ જૈન ઈકવીટેબલ સિસ્ટમ ચેઈન્જ (પ્રણાલીગત પરિવર્તન) લાવવા માટે કોર્પોરેશનો અને ફાઉન્ડેશનો સાથે મળીને કામ કરતી એક મિશન-સંચાલિત કન્સલ્ટિંગ ફર્મ એફએસજીમાં મેનેજિંગ ડિરેક્ટર ફોર ઈનિશિયેટિવ્સ છે. તેઓ એફએસજીના પ્રોગ્રામ ટુ ઈમ્પ્રૂવ પ્રાઈવેટ અર્લી એજ્યુકેશન (પીઆઈપીઈ - પાઈપ) અને ગ્રોઇંગ લાઈવલીહુડ ઓપોર્ચ્યુનિટીઝ ફોર વિમેન (જીએલઓડબ્લ્યુ - ગ્લો ) પ્રોગ્રામનું નેતૃત્વ કરે છે. પાઈપ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતની પોસાઈ શકે તેવી તમામ 300000 ખાનગી શાળાઓમાં ગોખણપટ્ટી આધારિત શિક્ષણને પ્રવૃત્તિ-આધારિત શિક્ષણ વડે બદલવાનો છે અને ગ્લો કાર્યક્રમનો ઉદ્દેશ્ય કંપનીઓની માનસિકતા અને પ્રથાઓને બદલીને ઓછી આવક ધરાવતા પરિવારોમાંથી 10 લાખથી વધુ મહિલાઓને સ્થાયી નોકરીઓ અપાવવાનો છે.
Social Impact Consulting