December 11, 2024
“જમીનનો એક ટુકડો એક મહિલાનું ભવિષ્ય કાયમ માટે સુરક્ષિત કરી શકે છે”
ગુજરાતમાં મહિલાઓના જમીનના અધિકારોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવતા અને જમીનની માલિકીના હક્કનો દાવો કરવામાં વિધવાઓને મદદ કરતા પેરાલીગલ કાર્યકરના જીવનનો એક દિવસ.
અતિબેન વર્ષાત માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર (હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર - એચડીઆરસી) દ્વારા સંચાલિત સ્વ ભૂમિ કેન્દ્ર, મેઘરજ ખાતે ડબલ્યુજીડબલ્યુએલઓ સાથે સંકળાયેલા એક મહિલા અને જમીનની માલિકી સંબંધિત બાબતો પર કામ કરતા એક પેરાલીગલ કાર્યકર છે. આના ભાગ રૂપે તેઓ ગ્રામીણ મહિલાઓમાં તેમના જમીનના અધિકારો બાબતે જાગૃતિ લાવવા અને કાનૂની પ્રક્રિયાઓ દ્વારા આ અધિકારો પ્રાપ્ત કરવામાં તેમને મદદ કરવા તેમની સાથે કામ કરે છે. અતિબેનની મદદ અને તેમના માર્ગદર્શનથી 250 થી વધુ મહિલાઓએ તેમના હક્કો મેળવ્યા છે, મહિલા ખેડૂતો તરીકે કાનૂની માન્યતા પ્રાપ્ત કરી છે અને સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો છે.