September 29, 2025
અંધ વિદ્યાર્થીઓને માટે સારા લહિયા શોધવાનો પડકાર
વિશ્વસનીય લહિયાનો અભાવ, કડક નિયમો અને શિક્ષકોમાં ઓછી જાગૃતિ પરીક્ષા દરમિયાન અંધ વિદ્યાર્થીઓ માટે મોટા પડકારો ઊભા કરે છે.
છાયા કુશવાહા દૂધધારી બજરંગ ગર્લ્સ કોલેજમાં બીએના અંતિમ વર્ષના વિદ્યાર્થીની છે. તેઓ છત્તીસગઢના રાયપુરમાં રહે છે અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ - પ્રેરણા ભવન સાથે સંકળાયેલા છે.