દુર્ગા એક્શનએઇડ ઇન્ડિયા સાથે સંકળાયેલા માનવ અધિકાર રક્ષક (HRD) છે. બે દાયકાથી વધુ સમયથી તેમણે મુસહર લોકો અને બીજા વંચિત સમુદાયો, મહિલાઓ અને અનૌપચારિક કામદારોના અધિકારો સંબંધિત સમસ્યાઓ પર કામ કર્યું છે, તેમાં ઓળખ દસ્તાવેજો અને સરકારી યોજનાઓની પહોંચ અને હકદારીનો સમાવેશ થાય છે. દુર્ગા અગાઉ વિજ્ઞાન ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલા હતા અને તેઓ દિલ્હીની ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ) માંથી સમાજશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે.