December 23, 2025
સૌર પેનલો રાજસ્થાનના ખીજડાના વૃક્ષોને ખલાસ કરી રહી છે
બિકાનેરમાં સૌર પ્લાન્ટ માટે મોટા પાયે જમીન સંપાદન કરાતી હોવાને કારણે ખીજડાના વૃક્ષોની મોટા પાયે કાપણી થઈ રહી છે, પરિણામે સ્થાનિક ઇકોલોજી, વન્યજીવન અને આજીવિકાને અસર પહોંચી છે.
કિશનરામ ગોદારા રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નૌખા દૈયા ગામના ખેડૂત છે. તેઓ ખીજડાના વૃક્ષોને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.