ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વંચિત સમુદાયો કેવી રીતે ઉપેક્ષિત રહી જાય છે
બિહારમાં કારાવાસનો પ્રકાર, સમયગાળો વિગેરે હજી પણ જાતિ ભેદભાવ અને પ્રણાલીગત પૂર્વગ્રહોને આધારે નક્કી થાય છે, અહીં સ્તરીય કાનૂની પ્રણાલી સૌથી વધુ વંચિત સમુદાયના લોકોને અસર પહોંચાડે છે. શું બદલવાની જરૂર છે તેની વાત અહીં પ્રસ્તુત છે.