'ક્લોધિંગ મેન' તરીકે જાણીતા અંશુ ગુપ્તાએ ગરીબી અને સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે ટકાઉ આર્થિક મોડેલ રજૂ કરવા માટે ગૂંજની સ્થાપના કરી હતી. તેમના નેતૃત્વ હેઠળ ગૂંજે શહેરી સરપ્લસ અને ગ્રામીણ સમુદાયોના શ્રમ વચ્ચે વિનિમય સરળ બનાવ્યો, પરિણામે મોટા પાયે ગ્રામીણ વિકાસ કાર્ય શરૂ થયું. ફોર્બ્સ મેગેઝિને તેમને ભારતના સૌથી શક્તિશાળી ગ્રામીણ ઉદ્યોગસાહસિકોમાંના એક તરીકે સૂચિબદ્ધ કર્યા હતા. તેમણે અશોક અને શ્વાબ ફેલોશિપ સહિત ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો પણ હાંસલ કર્યા છે. ભારતમાં દાનની સંસ્કૃતિમાં પરિવર્તન લાવવા અને ગરીબો માટે ટકાઉ વિકાસ સંસાધન તરીકે (ઘરમાં રોજબરોજના ઉપયોગમાં આવતી) ભૌતિક સામગ્રી પર ભાર મૂકવા માટે તેમને મેગ્સેસે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
Articles by અંશુ ગુપ્તા