પવન કેવટ શ્રમિક અધિકારોના હિમાયતી છે અને અગાઉ રાજસ્થાનના છબરા થર્મલ પાવર પ્લાન્ટમાં કામ કરતા હતા. તેઓ પ્લાન્ટ ખાતે શ્રમિકોને સંગઠિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે; તેઓ લઘુત્તમ વેતન અને બોનસના હક અંગે સતત અવાજ ઉઠાવે છે, ઘણીવાર હડતાલનું નેતૃત્વ કરે છે અને કામની બહેતર પરિસ્થિતિઓની માંગ કરવા શ્રમિકોને સંગઠિત કરી સામૂહિક રૂપે અવાજ ઉઠાવવા પ્રેરિત કરે છે. પ્લાન્ટમાં શ્રમિક અધિકારો માટેના તેમના કામ ઉપરાંત પવન સામાજિક ન્યાયની ચળવળોના એક સમર્પિત નેતા છે. તેઓ હાલમાં ભીમ આર્મી ભારત એકતા મિશનના બ્લોક અધ્યક્ષ તરીકે સેવા આપે છે અને આઝાદ સમાજ પાર્ટી (કાંશી રામ) સાથે સંકળાયેલા છે, ત્યાં તેઓ વંચિત સમુદાયોના સશક્તિકરણ માટે કામ કરે છે. આ ઉપરાંત તેઓ કેવટ સમુદાયમાં પણ અધ્યક્ષ તરીકે નેતૃત્વની ભૂમિકા નિભાવે છે.
Articles by પવન કેવટ
October 27, 2026
રાજસ્થાનમાં એક પાવર પ્લાન્ટે સીએસઆર ખર્ચવાનું કેવી રીતે ટાળ્યું
રાજસ્થાનના છબરા થર્મલ પાવર પ્લાન્ટની આસપાસના ગામોના લોકો પાયાની સુવિધાઓ માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે: નથી પાકા રસ્તાઓ, નથી પાણીની કોઈ વ્યવસ્થા, પાકનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે ત્યારે આ ગામો માટે ફાળવવામાં આવેલ સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબીલિટી - સામાજિક જવાબદારી) ભંડોળ વપરાયા વિના પડી રહ્યું છે.